About Us

Welcome To P.P SAVANI SCHOOL

પી . પી   સવાણી વિધાભવન

( પ્રાથમિક અને માધ્યમિક શાળા )

 શાળા નો ઉદભવ અને લક્ષ :

      શિક્ષણ એ મહયાત્રા છે .અને સાથોસાથ  શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે .જેનો આરંભ છેપણ આ વિકાસયાત્રા નો કોઈ અંત નથી .શાળા –મહાશાળા વિધાર્થીઓના વિકાસ માટે જેટલીપ્રવુતિઑ કરે ,સતત કાર્ય  કરે પણ આમહયાત્રા નો અંત આવી શકેજ નહીં .

      મા .શ્રીવલ્લ્ભભાઈ પી .સવાણી ,માં શ્રી દામજીભાઈ પાવસિયા અને માં.શ્રી હર્ષદભાઈ રાજ્યગુરુએ વરાછા વિસ્તાર માં શિક્ષણક્ષેત્રે સને ૧૯૭૮ થી મહયાત્રા નો આરંભ કર્યો. પી .પીસવાણી વિધાભવન નામ ના શાળા સંકૂલ થી .

       શ્રી વલ્લભભાઇ પી સવાણી અને શ્રી દામજીભાઇપવસીયાને હીરા ઉધોગ ક્ષેત્રે વ્યાવસાયિક સફળતા મેળવતા મેળવતા સૌરાષ્ટ્રવાસી પોતાનાબાંધવો તરફ નું ઋણ ભાવ વ્યક્ત કરવાની  અંતઃસ્ફુરણા થતી રહી .ડાયમંડ એસોસિએશનની પ્રવુતિ દ્વારા તથા ગૌશાળા ક્ષેત્રે,સમૂહલગ્નોત્સવ ના આયોજનો તથા અન્ય સામાજિકક્ષેત્રો માં તે અંગે ના કર્યો સતત થતાંરહ્યાં .

        પણ.......

        સૌરાષ્ટમાંથી હીરા વ્યવસાય અર્થે આવેલા કુટુંબોનો  પ્રાણપ્રશ્ન હતો શિક્ષણનો સમાન્યતઃ વરાછાવિસ્તાર માં હીરા વ્યવસાય અર્થે આવેલા કુટુંબોમાં વાલીઓ નિરક્ષરતા તથા અલ્પસાક્ષરતાનું પ્રમાણ વિશેષ છે.વલી પોતે એવા વ્યવસાય સાથે સંકળાયેલ છે કે પોતનાસંતાનોના શિક્ષણ પાછળ તેને સંકળાયેલ શાળાને હવાલે કરી દઈ ને કે ટ્યુશન આપવી દઈ નેસંતોષ માનનારો વર્ગ સવિશેષ છે .સૌરાષ્ટ્રમાથી સતત રીતે વરાછા વિસ્તાર માં વસ્તીવધારો થતો જ રહે છે ત્યારે તે કુટુંબોને પોતાના સંતાનો ના શિક્ષણ અંગે સવિશેષચિંતા રહે છે અને સાથોસાથ પોતે ભલે ઓછું ભણ્યા પણ પોતાના સંતાનો ખૂબ ભણે અનેઆગળવધે તે દરેક વાલી ઇચ્છે છે .સતત વસ્તી વધારાના કારણે વરાછા વિસ્તાર માં અનેકશાળાઓ શિક્ષણશેત્રે સાનિષ્ટ કાર્ય કરી રહેલ છે છતા ઘણા  વિધાર્થી –ભાઈ –બહેનો અડમિશન વિના રહી જતાં હતા.સંસ્થાના નિર્માતાઑને આ પ્રાણપ્રશ્ન સ્પર્શી ગયો અને આખરે જૂન -૧૯૮૭ માં સ્વપ્નસાકર થયું. પી.પી સવાણી વિધાભાવન સ્વરૂપે ......

        વિશાલપાર્ક ,ખોડિયારનગરરોડ પર શાળા નું મકાન બનાવવા માં આવ્યું .નાનકડા સ્વરૂપે બાલમંદિરથી હાઇસ્કૂલસુધીના શિક્ષણની વ્યવસ્થા શરૂ થઈ ....૧૯૭૮ના જૂન માસ માં વટવૃક્ષ બનનારી શાળાનુંઅંકુરણ થયું .....અનંત યાત્રા આરંભાઈ ,બાલમંદિર ,શ્રેણી ૧થી ૫ અને ધોરણ ૮ના બે વર્ગો શરૂ થયા .

      સનિષ્ઠ કાર્યપદ્ધતિ થી શરૂ થયેલી આ શાળાની નામના એક વર્ષ માં ચારે તરફ ફેલાઈ ગઈ અને તેના કારણેજૂન-૧૯૮૮ માં શાળાના દ્વારે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં એડમિશન મેળવવા ભારેધસારો થયો ...જૂન-૧૯૮૭ માં ૨૬૭ વિધાર્થી થી શરૂ થયેલી શાળા માં અત્યારે ૧૧૦૦ થીવધુ વિધાર્થીઑ અભ્યાસ કરી રહ્યા છે .

      મૂળતો સંતલાલસોસાઇટી હિરબાગ પાસે આ શાળાનો આરંભ થવાનો હતો. જે હવે જૂન -૧૯૮૯ થી થઈ રહ્યો છે .

      માનનિયમુખ્યમંત્રી શ્રી અમરસિહભાઈ ચોધરી ના વરદ હસ્તે માનનિય આરોગ્ય મંત્રી શ્રીવલ્લભભાઈ પટેલ અને સુરત જિલ્લા પંચ ના પ્રમુખ શ્રી સહદેવભાઇ ચૌધરી તથા સુરતમુન્સિપલ કોર્પો .ના મેયર શ્રી પ્રતાપભાઈ કથારીયા નિ ઉપસ્થિતિ માં તા. ૨૫-૨-૮૯શનિવાર ના રોજ શાળા ના નવા મકાન નું ભૂમિ પૂજન થઇ રહ્યું છે ,ત્યારેસંસ્થા ના નિર્માતાઓના હ્રદય માં અનેરો આનંદ ઉદભવી રહ્યો છે ,.પોતાનાબાંધવો તરફ નું ઋણભાવ વ્યક્ત કરવાનો પરામકૃપાળુ પરમાત્માએ સુયોગ –સુયવસર પ્રદાનકર્યો છે તે બદલ તેઓ ધન્યતા અનુભવી રહ્યાં છે.

              ¯   પ્રગતિ અહેવાલ   ¯

   (૧) મકાન વ્યવસ્થા  :-

                  જૂન-૧૯૮૭ માં વિશાલપાર્ક ,ખોડિયારનગર ખાતે પૂરતા હવા-ઉજાસવાળા મકાનની સંપૂર્ણ સુવિધાઊભી કરવામાં આવી. કુલ વર્ગખંડો બનાવવામાં આવ્યા. જેમાં વર્ગક્ષેત્રફળ વિધાર્થીઑ નીસંખ્યા ના આધારે પૂરતું રાખવામા આવ્યું. વીજળી તથા પંખાની પૂરતી વ્યવસ્થા કરવામાંઆવી .જૂન-૧૯૮૭ માં વિધાર્થીઑ બેસવા માટે પ્રાથમિક કક્ષા એ આસનપટ્ટા વસાવવા માંઆવ્યા જ્યારે જૂન-૮૮ થી દરેક વર્ગો માં પાટલીઓ ની સુવિધા ઊભી કરવામાં આવી હતી.જૂન -૧૯૮૯ થી શાળા ના મકાનમાં તો સંપૂર્ણ સુવિધાની સાથોસાથ પૂરતું મોકળાશવાળુંવિશાલ મેદાન પણ ઉપલબ્ધ થશે જેથી શારીરિક શિક્ષણ ક્ષેત્રે પણ શાળાનો વિધાર્થી ઉત્તમરીતે પ્રગતિ સાધી શકે .સાથો સાથ વિશાલ પ્રાર્થના સંમેલન ખંડ પણ ઉપલબ્ધ થશે ત્યાં વિધાર્થઑની સહશેક્ષણિક પ્રવૃતિઑ યોજી તેમનામા પડેલી શક્તિઓને બહાર લાવવાનું કાર્ય થઈ શકશે.શાળાના નવા મકાનમાં ૪૬૦ ચો.ફૂટની પૂરતી સુવિધાવાળા વર્ગખંડો ,લેબોરેટરી,પુસ્તકાલય–વાચનાલય ખંડ તથા ચિત્રખંડ ઉપલબ્ધ બનશે .પૂરતી સુવિધા વાળા શાળા સંકુલના કારણેઆંતર શાળા સહઅભ્યાસ પ્રવૃતિઑની હરીફાઈઑ પણ યોજી શકાશે .

        (૨) શિક્ષણ –સ્ટાફ પસંદગી :

             કોઈ પણશાળા માત્ર તેના મકાન થી જ શોભતી નથી તેના સંચાલન માટે અનુભવી કાર્યદક્ષ અનેસનિષ્ટ શિક્ષકોની જરૂર પડે છે .ભ્રષ્ટાચાર અને ડોનેશનના આ યુગમાં શાળા નાનિર્માતાઑ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે નિષ્ઠાવાન પ્રયાસોથી ડોનેશન લીધા વિનાસ્ટાફ પસંદગી કરવામાં આવી .સંસ્થાના સદનસીબે પ્રથમ વર્ષ થીજ કાર્યદક્ષ ,અનુભવીશિક્ષકો સાંપડીયા. જેમનામાં કાર્ય કરવાનો પૂર્ણ ઉત્સાહ , વિધાર્થીતથા સંસ્થા માટે પ્રેમ-વાત્સલ્ય અને પોતાના વિષયો શીખવાની સંપૂર્ણ આવડતો સુયોગસાધાયો, જેના કારણે માત્ર બે વર્ષ માંજ શાળા શિક્ષણ અને સહશૈક્ષણિકક્ષેત્રે ઘણી જ પ્રગતિ સાધી શકી છે .

        (૩) શિક્ષણ કાર્ય :

              શિક્ષણ કાર્યના સાધન આયોજન માટે તેને ચાર તબબકા માં વહેચી નાખવામાં આવ્યું.

(A)સર્વાંગી વાર્ષિક –માનસિક –દૈનિક આયોજન .

(B)હોમ એસાઇનમેન્ટ પદ્ધતિ

(C)માસિક કસોટી – મૂલ્યાંકન

(D)મૂલ્યાંકન આધારિત વાલી સંપર્ક –ચર્ચા

આ ચાર પાસાઓ અંગે સંપૂર્ણ સંકલન સાધવામાં આવ્યું જે નીચેમુજબ છે .

(A) સર્વાંગી વાર્ષિક–માનસિક –દૈનિક આયોજન :

 

      દરેક માસ ના કામના દિવસો તથા  વિધાર્થીઑ ની વયકક્ષા  અને બુદ્ધિકક્ષાને અનુરૂપ વાર્ષિક આયોજન કરવામાટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષકો સાથે મીટિંગ ગોઠવીને સુંદર વાર્ષિકઆયોજન તૈયાર કરવામાં આવ્યું જેમાં વિષય શિક્ષકો સાથે મીરિંગ ગોઠવીને સુંદર વાર્ષિકઆયોજન તૈયાર કરવામાં આવ્યું જેમાં વિષય શિક્ષણની નુતન શિ .પદ્ધતિઑનો તથાશૈ.સાધનોનો સઘન વિનિયોગ સાધીને કેવી રીતે શીખવી શકાય તેની ચર્ચા કરી આયોજન બનનાવવામાં આવ્યું .જેના પરથી માસિક આયોજન તૈયાર કરી શિક્ષકો જે તે માસ માં તેનો યોગ્યવિનિયોગ કરે છે .જેથી શાળામાં શિક્ષણનું સુંદર વાતાવરણ ઊભું થયું છે .દૈનિકઆયોજનમાં પણ સતત કાળજી રાખવામા આવે છે .પદ્ધતિ તથા શૈ.સાધનો દ્વારા સારામાં સારુંશિક્ષણ આપવાનો પ્રયાસ થાય છે .

 

(B)હોમ એસાઇનમેન્ટ :  અમેરિકા અનેયુરોપખંડ માં વિકસિત રાષ્ટ્રોમાં આધુનિક શિક્ષણ પદ્ધતિ માં એસાઇનમેન્ટનું મહત્વસ્વીકારાય ચૂકિયું છે.

         વિધાર્થી પોતાનાજાતે મહેનત કરી ને એસાઇનમેન્ટ કાર્ય કરતો થાય તો તે તેનો સ્વવિકાસ સાધી શકે .સુરતશહેર આગળ પડતી એક બે શાળા માં તેના વિકાસના પાયામાં હોમ એસાઇનમેન્ટ કાર્ય રહેલુંજોયું તેથી જૂન-૮૧ થી શ્રેણી ૧ થી ૯ ના તમામ વર્ગો માં દરેક માસના પ્રથમઅઠવાડિયા માં દરેક વિષયના જે તે માસ ના અભ્યાસક્રમ અનુસાર છાપેલા એસાઇનમેન્ટ દરેકવિષય શિક્ષક જાતે તૈયાર કરીને આપે .તે માહિનામાં તે એસાઇનમેન્ટ મુજબ જે તેઅભ્યાસક્રમ ચાલતો જાય તેમ તેમ તેના પ્રત્યુત્તરો વિધાર્થીઑ જાતે લખતા જાય .તેથીઅલગ ફાઇલ રાખવામા આવે .આ એસાઇનમેન્ટની કડક ચકાસણી કરવામાં આવે.જેથી વિધાર્થીઑસજગતાપૂર્વક એસાઇનમેન્ટ કાર્ય કરે છે.

        (C) માસિક કસોટી-મૂલ્યાંકન:    તા.૧ થી ૨૫વચ્ચે તૈયાર કરેલ એસાઇનમેન્ટ ઉપર આધારિત માસિક કસોટી દરેક માસ ના છેલ્લા અઠવાડિયામાંયોજવામાં આવે છે .જેથી વિધાર્થીઑએ પ્રાપ્ત કરેલ જ્ઞાન ની ચકાસણી થઈ શકે છે.સામાન્યત આ માસિક કસોટી હેતુલક્ષી પ્રશ્નાવલિ પ્રકારની વિશેષ હોય છે .

        (D) મૂલ્યાંકન આધારિત વાલી સંપર્ક –ચર્ચા

    દરેક માસના છેલ્લા અઠવાડીયામાં લેવાયેલ માસિક કસોટીના પરિણામ બીજામહિનાના પ્રથમ અઠવાડીયામાં અપાઇ જાય છે .જે વિધાર્થી નું પરિણામ નબળું હોય તે વિધાર્થીનાવાલી ને શાળામાં વિધાર્થીના અભ્યાસ બાબતે રૂબરૂ ચર્ચા વિચારણા કરવા માટે બોલાવવામાં આવે છે . વિધાર્થી અને વાલીને સાથે રાખી ને કરવામાં આવતી ચર્ચા ઘણી જ ફળદાયીપરિણામ આપે છે .આ ચર્ચા વિધાર્થી માર્ગદર્શન મેળવી વધુ સજાગ બની અભ્યાસ તરફ પ્રવૃતથાઈ છે .લગભગ દરરોજ ઓછામાં ઓછા વીસ થી પચીસ વાલીઓનો આ રીતે વિધાર્થીઓના પરિણામઅંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવે છે .આ પ્રકારના કાર્ય થી વિધાર્થીઓમા પોતાનાઅભ્યાસ પ્રત્યે જાગૃતિ વધી છે. સાથોસાથ વાલીને પણ પોતાના સંતાનના અભ્યાસ બાબત શાળામાર્ગદર્શનના પગલાં સૂચવે છે જેથી વાલી યોગ્ય પગલાં લઈ શકે છે.

             શાળામાત્ર સૂચનો કરીને અટકી જતી નથી પણ સૂચવાયેલ સૂચનાઓનો કેટલા અંશે અમલ થયો તેની પણનોંધ લેવામાં આવી. જે વિધાર્થીઑ આ પ્રકારના વાલી સંપર્ક પછી પણ નબળો રહ્યો તેનાવાલી ને ફરી ફરીને પણ શાળામાં બોલાવવામાં આવ્યા.

            નિયમિતરીતે લેવાતી માસિક કસોટીના પરિણામે સામાયિક કસોટીઓમાં વિધાર્થીઓનું પરિણામસુધર્યું છે.

         (૪)વાલીસંમેલન :

     સને ૧૯૮૭-૮૮ માંવાર્ષિક પરીક્ષાના બે માસ પહેલા શાળામાં “વાલી સંમેલન “ બોલાવવા માં આવ્યું. જેમાંમાં .શ્રી વલ્લભભાઇ સવાણી (પ્રમુખશ્રી), માં.શ્રીદામજીભાઈ પવસિયા (મે .ટ્રસ્ટી) તથા હર્ષદભાઈ રાજ્યગુરુ (મંત્રીશ્રી ) હાજર રહ્યાશાળાના તમામ શિક્ષકોએ પણ વાલી સંમેલનમાં હાજરી આપી.

      સને૧૯૮૮-૮૯ માં પ્રથમ સત્ર માં એક અને બીજા સત્ર માં એક વાલી સંમેલન યોજાયું .જેમાંબીજા સત્રમાં યોજાયેલ વાલી સંમેલન ખુબજ સફળ રહ્યું .લગભગ ૯૦% જેટલા વાલીઓ આ વાલીસંમેલન માં હજાર રહ્યા .જેઓ એ લેખિત અને મૌખિક સ્વરૂપે તેમના સંતાનના અભ્યાસ તથાશાળા સબંધી પ્રશ્નોની મુક્તમને રજૂઆત કરી હતી.જેમના પ્રશ્નોનાં સંતોષકારકપ્રત્યુતર આચાર્ય શ્રી દ્વારા અપાયા .વહીવટને લગતા પ્રશ્નોનાં જવાબ શ્રી હર્ષદભાઈરાજ્યગુરુ એ આપ્યા હતા .

     સામાન્યરીતે પ્રવર્તમાન સમય માં શાળા સંચાલક મંડળ વાલી સંપર્કથી દૂર રહે છે. વાલીમંડળ અનેસંચાલક મંડળો ને લડાઈઑ પણ છાપાઓમાં ચમકતી રહે છે તેવા સ્ફોટક સમયે શાળામાં એક વર્ષમાં બબ્બે સફળ વાલી સંમેલન યોજાય જે શાળાની યશકલગીમાં એક નુતન પીછું ઉમેરાયા બરાબરગણાય .

       મારે અહી ખાસઉલ્લેખ કરવો જોઈએ કે માનનિય શ્રી વલ્લભભાઇ સવાણી વાલીસંમેલન ના ખાસ આગ્રહી છે. તેઓ સતત માને છે કે આપણી શાળા નાસંચાલનમાં કઈક તૃટિઑ હોય તો “વાલી સંમેલન દ્વારાતે બહાર આવી શકે .જેથી તે તૃટિઑ નિવારી શકાય .તેમનો આ વિચાર ખુબજ સ્તુત્ય ગણી શકાય.

       સને૧૯૮૭-૮૮ ના વર્ષમાં તો પરીક્ષા પહેલા હાઇસ્કૂલના વિભાગના વિધાર્થીઓનાઘરે ઘરે રૂબરૂ જઈને પણ વાલી સંપર્ક મે તથા શ્રી યોગેંન્દ્રભાઈ  ધરિયાસે કર્યો .જેના દ્વારા પરિણામ ગયા વર્ષવાર્ષિક પરીક્ષામાં બતાયા છે વાલી સંપર્કથી વિધાર્થીની આર્થિક સામાજિક સ્થિતિનીસર્વેક્ષણ પીએન સાથો સાથ કરવામાં આવ્યું.નબળી આર્થિક સ્થિતિવાળા વિધાર્થીઑ ને શાળાના વિધાર્થીઓને શાળાના સંચાલન મંડળ તરફ થી જરૂરી આર્થિક સહાય આપવાનું પણ વિચાર્યુંછે.

    (5) શાળાનીસહાભ્યાસ પ્રવૃતિઑ :

(ક) પ્રાથના સંમેલન: પ્રાર્થના સંમેલનનું સુંદર આયોજન દરેક માસ નાઅંત સુધી માંઆગલા માસ માટે કરવામાં આવ્યું . “પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે....વ્યથિતહ્રદયનું સ્નાન છે “.....  તે ઉક્તિનેસાર્થક કરવામાટે પ્રાર્થના સંમેલનમાં દરરોજ સર્વ ધર્મ પ્રાર્થના બાદ અઠવાડિયાનાદરેક વાર દીઠ ભજન-ધૂન ગોઠવવા માં આવ્યા. વિધાર્થીનું વાણી કૌશલ્ય વિકસે તે હેતુસરદરરોજ આયોજન મુજબ વિધાર્થીભાઈ-બહેનો દ્વારા સુવિચાર,સમાચાર ,અવનવુંઅને જાણવા જેવુ , વિજ્ઞાન દર્પણ , હસી દર્પણ, વિવિધા ,બોધવાર્તાઆટલા વિભાગોની નિયમિત રીતે રજૂઆત આખું વર્ષ થાય છે .શાળાના શિક્ષકો દ્વારા પણપ્રસંગ અનુસાર વકતવ્યો રજૂ થાય છે.

(ખ) સાંસ્ક્રુતિક કાર્યક્રમ :

        વિધાર્થીએતો એક પૂંજ સમાન છે.તેનામાં અનેકવિધ શક્તિઓ પડેલી છે.જરૂર છે તે સુષુપ્ત શક્તિનેબહાર લાવવાની...........

        સને ૧૯૮૭-૮૮ માંશાળા માં બે સાંસ્ક્રુતિક કાર્યક્રમો રાષ્ટ્રદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયા હતા.૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રોજ દધ્વજવંદન પરેડ ,સર્વાંગસુંદર તથા બેઠકના દાવ તથા વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તથા સાથોસાથનીચેની સ્પર્ધાઓ પણ યોજાય

-    વકૃત્વ સ્પર્ધા

-    ચિત્ર સ્પર્ધા

-    સુલેખન સ્પર્ધા

-    નિબંધ સ્પર્ધા

-    વર્ગ સુશોભન સ્પર્ધા

 

આજ વર્ષે ૨૬મીજાન્યુઆરીના રોજ રાત્રે ૭.૩૦ થી ૧૨.૩૦ સુધી શાળાના બાલમંદિરથી માંડીને હાઈસ્કૂલનાસોએક વિધાર્થીઑએ વેશભૂષા ,અભિનયગીત ,રસ ગરબા , નૃત્યો ,એકાંકી તથા વિવિધ ૨૪ આઈટમ માં ભાગ લીધો હતો. આ ૧૦૦ વિધાર્થીમાથી૮૦ જેટલા તો પ્રથમ વખતજ પોતાના જીવનમાં સ્ટેજ પર આવતા હતા .છતાં ગભરાયા વિના સુંદરકાર્યક્રમ રજૂ કર્યો હતો લગભગ બાધગ વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ મનભરીને આકાર્યક્રમ મણ્યો હતો .બિરદાવયો હતો.શાળાના તમામ કર્મચારીઓએ સંઘભાવના થી આકાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .

     સને૧૯૮૮-૮૯માં  ૧૫મી ઓગસ્ટે શાળામાં ધ્વજવંદન ,પરેડ પછીયોગાસન,જિમના સ્ટિક્રમના દાવ તથા પિરામિડનું  શારીરિક કૌશલ્ય સુંદર રીતે વિધાર્થીઑએ લગભગ ૧કલાક સુધી રજૂ કર્યું .શારીરિક ક્ષેત્રે પણ શાળા પાછળ નથી તેની પ્રતીતિ આકાર્યક્રમ દ્વારા થઈ .

       ૨૬મીજાન્યુઆરી-૧૯૮૯ નો દિન પણ વિશિષ્ટ રીતે ઉજવયો. વરાછા રોડ પર શાળાના બાળકોએ નવતરપ્રયોગ કર્યો..૧૨૦૦ વિધાર્થીઑ હાથમાં બેનર્સ ,પોસ્ટર્સસાથે શાળાના મ્યુસિકબેન્ડ સાથે કતારબંધ રીતે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો પર સવારના ૭-૦૦ થી ૮-૦૦ પ્રભાતફેરીમાં ફર્યા .દેશ ભક્તિના ગીતો અને રાષ્ટ્રભક્તિ નાસૂત્રોથી વરાછારોડને ગજતો કરી આ દિનનું મહત્વ સિદ્ધ કર્યું .બરાબર ૮-૦૦ વાગેન.પ્રા.શિ.સમિતિ સુરતના વરાછા વિભાગ ના બીટનિરીક્ષક બહેન શ્રી અનિલાબહેન પટેલ શાળાના પટાંગણમાં ધ્વજ ફરકાવિયો. તેમણે તેમના પ્રવચન દ્વારા રાષ્ટ્રીય ભાવના દેશદાજઊભી થાય તેવું વાતાવરણ ઊભું કર્યું લગભગ ૧ કલાક સુધી વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમપણ સાથો સાથ રજૂ થયા .અલ્પ સંખ્યામાં પણ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા .જેમણે આકાર્યક્રમ માણ્યો હતો .આ કાર્યક્રમ અંગે શાળા સંચાલકો શ્રી વલ્લભભાઇ પી.સવાણી ,દામજીભાઇપાવસિયા તથા હર્ષદભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે પ્રમાણપત્ર વિતરણ શ્રીઅનિલાબેન પટેલ તર રામકૃષ્ણ વિધ્યાભવન ના પ્રાથમિક શાળા વિભાગના સનિષ્ઠ આચાર્ય શ્રીમંજુલાબેન સવાણીએ કર્યું હતું .

        સને ૧૯૮૮-૮૯ના વર્ષ દરમ્યાન શાળાના વિધાર્થી ભાઈ-બહેનોએ નીચેની સ્પર્ધાઑ માં ભાગ લીધો હતો.

-શિક્ષક દિન નીઉજવણી પ્રસંગે આંતરશાળા ગરબા મહોત્સવમાં બે ગરબાઓ શાળાની હાઈસ્કૂલ વિભાગની બહેનોદ્વારા રજૂ થયા હતા .

-શિક્ષક દિન નીઉજવણી નિમિતે આંતરશાળા નાટય સ્પર્ધામાં તા.૧૭-૧-૮૯ના રોજ હાઈસ્કૂલ વિભાગ ના વિધાર્થીઑદ્વારા “રહસ્ય એકાંકીની સફળ રજૂઆત થઈ હતી .

- ઉપરના બંનેકાર્યક્રમો રંગઉપવનમાં યોજાયા હતા.

      આ ઉપરાંતદ્વિતીયસત્રમાં તા -૨૩-૧૨-૮૮ થી તા.૨૭-૧૨-૮૮ સુધી આંતરશાળા સહ અભ્યાસ પ્રવૃતિસ્પર્ધાઓ યોજાઇ હતી જે નીચે મુજબ છે.

-વકૃત્વ સ્પર્ધા

-ભજન /લોકગીત /દુહા છંદ સ્પર્ધા

-લગ્નગીત સ્પર્ધા

-અભિનય ગીત સ્પર્ધા

      આ સ્પર્ધાનાવિજેતાઑને દ્વિતીય વાલી સંમેલન દરમિયાન શ્રી વલ્લભભાઈ સવાણી તથા શ્રી દામજીભાઇપાસવિયાના વરદ હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું .

   (ગ) બાહ્ય પરીક્ષાઓ :

    (૧) ચિત્રપરીક્ષા : સને ૧૯૮૮-૮૯ દરમિયાન એલિમેન્ટરીગ્રેડ પરીક્ષામાં શાળાના હાઈસ્કૂલ વિભાગ  આવિધાર્થીઑ બેઠા હતા.ચિત્ર વર્ગનું સંચાલન શ્રી યોગેન્દ્રસિહ ધારિયાએ કર્યું હતું. એલિમેન્ટરીગ્રેડ પરીક્ષા નું પરિણામ ૭૭% આવ્યું હતું.

     (૨) હિન્દીપરીક્ષા : ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ સંચાલિત હિન્દી પરિક્ષાનીબાલપોથી પહલી ,દૂસરીની પરીક્ષામાં પણ ૫૦ કરતાં વધુ વિધાર્થીઑ બેઠાહતા.જેનું પરિણામ આ લખાય છે ત્યાં સુધી આવ્યું નથી .

  (ઘ) બુલેટિન બોર્ડપ્રવૃતિ : શાળાના બુલેટિન બોર્ડ પર સતત બંને વર્ષો દરમિયાન વાર્તા ,કવિતાઅવનવું, જાણવાજેવુ, ગણિત- વિજ્ઞાનવિશેના માહિતી લેખો તથા અન્ય વિગએ રજૂ થતાં રહ્યા .ચિત્રોનું પ્રમાણ સવિશેષરહ્યું.

 (ચ) પુસ્તકાલયબોર્ડ –વાચનાલય પ્રવૃતિ :

        શાળા ના વિધાર્થીઑની વયકક્ષાને અનુરૂપ શાળામાં પુસ્તકો વસાવવામાંઆવ્યા જેનો ઉપયોગ વિધાર્થીઑ હોશભેર કરે છે. તેમનું વાંચન કૌશલ્ય પણ વિક્સ્યુ છે .

          શાળામાં૧૨ સામયિકો પણ શરૂ કરવામાં આવ્યા. અલગ વાચનાલય ઊભું કરી ત્યાં મૂકવામાં આવે છે. વિધાર્થીઑફાજલ સમય માં આ સામયિકો સારા ફરમાન માં વાચી પોતાના જ્ઞાનની ક્ષિતિજે વિસ્તારતારહે છે. સામયિકોના વાંચનમાં વિધાર્થીઑ વિશેષ રુચિ ધારાવે છે.

  (છ) ભીંતપત્રો:  ભીંતપત્રો પીઝેડએન શિક્ષણનું સુંદર માધ્યમ છે.શાળામાં કુલ ચાર ભીંતપત્રો (૧) વિવિધા (૨) સમાચાર  (૩) સુવિચાર  (૪) વિજ્ઞાન દર્પણ આખું વર્ષ નિયમિત રીતે રજૂથતાં રહે છે .

   (જ) સર્જનાત્મક કૌશલ્ય : બુલેટિન બોર્ડની સાથોસાથ વિધાર્થીઑમાં રહેલ સર્જનાત્મકતાને વિકસાવવા બે કૌશલ્ય પ્રવૃતિને પ્રાથમિકશાળાના નાના વિધાર્થીઑ રજૂ કરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી. (૧)માટીકામ  (૨)કાગળકામ –પુંઠાકામ .

       વિધાર્થીઑઉમળકાભેર આ પ્રવૃતિમાં સતત રજૂઆત કરતાં રહ્યા .પોતાના મોડેલ્સ આખું વર્ષ આ બેવિભાગોમાં રજૂ કરતાં રહ્યા.

  (ઝ) સાધન વયવસ્થા : શાળાનવી હોય છતા શૈક્ષણિક સાધનોથી તેને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયત્ન થતો રહ્યો.પ્રથમવર્ષે રૂ.૪૦૦૦/- ના તથા બીજા વર્ષે રૂ.૪૦૦૦/- ના વિજ્ઞાનના સાધનો તેમજ પ્રથમ વર્ષે૬૦ તથા બીજા વર્ષે ૧૫૦ જેટલા વિજ્ઞાન , ભાષા ,પર્યાવરણ,વ્યાકરણ ,સાવિધા ,અંગ્રેજી વ. વિષયોને લગતા ચાર્ટ્સ વસાવવામાં આવ્યા તથાશિક્ષણકાર્ય માં તેનો ઉપયોગ સતત તહતો રહ્યો .બાલમંદિરે પણ મોડેલ્સ ,ચાર્ટ્સ ,ચિત્રો ,ટાઈસીક્લ્સવ. સાધનોથી સમૃદ્ધ કરવામાં આવ્યું

       રમત ગમતનાસાધનો પણ વસાવવામાં આવ્યા. જેવા કે ફૂટબોલ ,બાજડુમ ,પી.ટી.ડૂમ,રેકેટ્સ ,કેરમબોર્ડઝ વ. વસાવ્યા . વિધાર્થીઑ રમત ગમતમાં તેનો ઉપયોગકરે છે .

       દર શુક્રવારેતથા શનિવારે પી.ટી .ડૂમ તથા બાજડુમના સંગીતમય સૂરો  સાથે સર્વાંગ સુંદરનાદવ તથા બેઠકના દાવની કવાયતથાય છે .

  (ટ) શાળા સુશોભન :

                 શાળા ની દરેક દિવાલોને  સુવિચાર વડે બોલતી કરવામાં આવી. ભીતો પર સુંદરનયનરમ્ય ચિત્રો બનાવવામાં આવ્યા .સંપૂર્ણ સુશોભન બહારથી પેંઇન્ટર લાવી નહીં પણએક્સ્ટ્રા ટાઈમ માં રાતે જાગી ને પણ મે તથા મારા શિક્ષક ભાઈ –બહેનોએ કર્યું .

  (ઠ) પ્રવાસ પર્યટન :

                સને  ૧૯૮૭-૮૮માં પાવાગઢ –ડાકોરનો બેદિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ બાળકોએ સ્વેચ્છિક ભાગ લીધોહતો .

                સને-૧૯૮૮-૮૯ માં પ્રથમ સત્રમાં મહારાષ્ટ્રનો શૈક્ષણિક પ્રવાસ નાસિક , ત્રંબક, શિરડી ,ઔરંગાબાદ,અજંતા ,ઇલોરા ,ધુમેશ્વર વ. સ્થળોનો યોજાયો હતો .જેમાં ૧૦૫ વિધાર્થીઑએસ્વૈચ્છીક રીતે ભાગ લીધો હતો .

                બીજા સત્ર માં વલસાડ પાસે તિથલ મુકામે શ્રેણી ૪ થી ૯ ના વિધાર્થીઑ એક દિવસના પિકનિક કાર્યક્રમ માં જોડાયા હતા.તથા સ્વયં પાકી પદ્ધતીથી રસોઈ જમ્યા હતા તથાસમુદ્રતટ પર પિકનિક કાર્યક્રમ માન્યો હતો .

      (ડ) દાંડીયાત્રા :    

               માં.શ્રી ડો.ખેની સાહેબની રાહબરી હેઠળ રેલ્વે ગરનાળા પાસે સ્વાગત ક્માંનો શાળા તરફ થીઊભી કરી દાંડીયાત્રાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તા.૧-૪-૮૮નાદિવસે શાળાની બહેનોએ સૌરાષ્ટ્રના પર્સ્મ્પરગત રિવાજ પ્રમાણે મોતી ભરેલા કળશ સાથેસુરત ની આંટીઓથી તથા કંકુ –તિલકથી દાંડીયાત્રીઓને સુરતના આંગણે આવકાર્યા હતા.સુરતજિ. પં .ના પ્રમુખથી સહદેવભાઇ ચૌધરી જેઓ સુરત જીલ્લામાં દાંડીયાત્રામાં મુખ્યસયોજક હતા. તેઓશ્રીનું  ભવ્ય સ્વાગત પણશાળાના બહેનોએ સૌરાષ્ટ્રની પરંપરાગત શૈલીથી કર્યું હતું .

   (ઢ) ઈનામ વિતરણ :

            સને૧૯૮૭-૮૮ મા ૧૫મી ઓગસ્ટ કાર્યક્રમ મા ભાગ લેનારને શ્રી માવજીભાઇપી.સવાણી વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવાં આવ્યા હતા .

-    ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમ મા ભાગ લેનાર વિધાર્થીભાઈ-બહેનોને સંચાલક મંડળ તરફ થી હાઈસ્કૂલ વિભાગના વિધાર્થી ભાઈ-બહેનોને સ્ટીલનાવાસણો તથા પ્રાથમિક વિભાગના બાળકોને લંચબોક્સ ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા.

-    સને ૧૯૮૭-૮૮ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીયઅને તૃતીય સ્થાન મેળવનાર વિધાર્થી ભાઈ-બહેનોને ડો.જિનભાઇ ખેની સાહેબ તરફ થીસ્ટીલના ડબ્બા ભેટ આપવામાં આવ્યા હતા.

-    સને ૧૯૮૮-૮૯ મા ૧૫મી ઓગસ્ટ ,૨૬મીજાન્યુઆરીના કાર્યક્રમ મા ભાગ લેનારને શ્રી વલ્લભભાઇ પી.સવાણી તથા શ્રી દામજીભાઇપાવસિયાના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા .

 

     આ થઈ દોઢ પોણાબે વર્ષ થી આરંભાયેલી શિક્ષણયાત્રાની પ્રવૃતિગાથા ... શાળા હજુ બાલ્યકાળમાં છે.....તેનું ધ્યેય છે વટવૃક્ષ બનાવવાનું ......

     શાળા પાસે શ્રીવલ્લભભાઇ સવાણી, શ્રી દામજીભાઇ પાવસિયા ,શ્રી હર્ષદભાઈરાજ્યગુર જેવા શિક્ષણ માં ઊંડો અને જાગૃત રસ લેનાર સંચાલકો છે.જેઓ વ્યવસાયમાં સતતરસ રહેલા હોવા અઠવાડિયે એક વખત અચૂક આવી ને શાળાની પ્રગતિની જાણકારી મેળવતા રહેછે.આ ત્રણ મહાનુભાવો નું ધ્યેય ખુબજ ઊચું છે .વરાછા વિસ્તાર માં એક આદર્શ શાળા ઊભીથાય , વિધાર્થીઑ એસ.એસ .સી માં ખૂબઊચા ટકા મેળવે અને સારા અભ્યાસક્રમમાં જોડાય, પોતાનીશાળા પરિવારનું ,પોતાના માતા-પિતાનું ,શહેર નુંતથા દેશનું નામ ઉજ્જવળ કરે એજ માત્ર ધ્યેય સંચળકોનું છે કોઈ વાલી પાસે એક પાઇ પણડોનેશન સ્વરૂપે તેઑ

મેળવવા ઇચ્છતા નથી .અને તેઓ પોતાના આ ઉજ્જવળ ધ્યેય નેપરિપૂર્ણ કરવા માટે શાળા એ મહયાત્રા આરંભી છે વિધાર્થી,વાલી ,શિક્ષક ,સંચાલકમંડળ –આ ચાર મજબૂત પાયા પર શાળાનું શિક્ષણનું વટવૃક્ષ વિકાસશેજ તેમાં કોઈ શંકા નેસ્થાન નથી જ !

       આવતી સાલશાળામાં S.S.C ની પ્રથમ બેન્ચ શરૂ થશે તે માટે અત્યારતીજ શાળા સંચાલકમંડળ સજાગ છે, પ્રથમ વર્ષે જ શાળા નું પરિણામ ખૂબ ઊચું આવે તે માટે પ્રયાસોઅત્યારથીજ આરંભી દીધા છે.આવતી સાલ માટેનું આયોજન પણ વિચારપૂર્વક તૈયાર થઇ રહ્યુંછે.

      (૬) આભાર દર્શન :

                વહીવટી ક્ષેત્રે શિક્ષણાધિકારી કચેરી તથા શસનાધિકારી કચેરી તરફ થી પૂર્ણ સહકારઅને હુફ સાંપડી છે.તથા સાથોસાથ સતત માર્ગદર્શન મળ્યું છે .

             જિલ્લાશિક્ષણાધિકારીકચેરી સુરત દ્વારા ગયા વર્ષે માં.શ્રી તડવી સાહેબ (ભૂ.પૂ.જિ.શિક્ષણાધિકારીશ્રી) તથા હાલ માનનીય શ્રી વાલુસાહેબ (જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના ) સનિષ્ઠમાર્ગદર્શન બદલ શાળા સંચાલક મંડળ સદાય તેમના ઋણી રહેશે.આજ કચેરી દ્વારા માં.શ્રીસોલંકી સાહેબ (સુપ્રિટેંડેંટશ્રી ), શ્રી મહેતાસાહેબ ,શ્રી ચાંપાનેરિયા સાહેબ ,શ્રીગોહિલ સાહેબ , શ્રી ગાંધી સાહેબ , શ્રીજાની સાહેબ તથા શ્રી કૈલાસબેનનો પણ સુંદર સહયોગ સાંપડીઓ છે તથા વહીવટ માર્ગદર્શનમળ્યું છે. તેઓશ્રી પ્રત્યે અત્રે ઋણ ભાવ વ્યક્ત કરું છુ .

              તેજરીતે પ્રાથમિક શાળા કક્ષા એ ન.પ્રા.શિ. સમિતિ સુરત તરફ થી પણ સુંદર સહયોગ સાંપડીઓછે. મા.શ્રી ભીખુભાઈ ડાભી સાહેબ (શાસનધિકારી શ્રી) ,શ્રીમોહનલાલ વાધેલા “પ્રયાસી” (ઉ.શાસનાધિકારી શ્રી ), શ્રીકરશનભાઇ પટેલ (ઉ.શાસનાધિકારી શ્રી ) તથા શ્રી ચીમનભાઈ પટેલ ,શ્રીપદ્માબેન પટેલ , શ્રી અનિલાબેન પટેલ , શ્રીજયંતિભાઈ પટેલ તરફથી પણ વહીવટી માર્ગદર્શન-પ્રેરણા –હુફ સાંપડી છે .શાળામાંરૂબરૂ આવીને પણ તેઓશ્રીઓ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું છે ,તેઓશ્રીઓ પ્રત્યે પણ ઋણ ભાવ વ્યક્ત કરું છુ .

              મા.શ્રી ધીરુભાઈ દૂધવાળા (ધારા સભ્યશ્રી તથા મા. શ્રી અમરશીભાઈ પટેલ (ધારાસભ્ય શ્રીતથા પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસનો પણ સુંદર સહયોગ શાળાને પ્રાપ્ત થયો છેઅત્રે તેમના તરફ પણ ઋણભાવ વ્યક્ત કરું છુ.

              મારીશાળાનો પ્રગતિ અહેવાલ મારી શાળાના ભૂમિપૂજનના અનેરા આનંદના અવસરે પ્રકાશિત થઈરહ્યો છે ત્યારે મારા હ્રદયમાં કેટલો ઉમળકો હિલોળા લઈ રહ્યો છે તે શબ્દો દ્વ્રારાવ્યક્ત કરવું અશક્ય છે.

             માનનિય મુખ્યમંત્રી શ્રી અમરસિહભાઈ ચૌધરી , માનઆરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલ તથા સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ મા.શ્રી સહદેવભાઇચૌધરી તથા સુરત કૉપોં.ના મેયરશ્રી પ્રતાપભાઈ કથારિયાનિ ઉપસ્થિતિમા શાળાનો પ્રગતિઅહેવાલ પ્રસિદ્ધ થઈ રહ્યો છે ત્યારે ધ્ન્યતા અનુભવું છુ.      

        આ પ્રસંગે હું શાળાના સંચાલકો ,વાલીઓ ,વિધાર્થીઓ ,મારા શિક્ષક ભાઈ-બહેનો તથા નામી-અનામી એવા મારી શાળાપ્રત્યે હુફ બતાવનાર સૌનો આભાર માનું છુ .તેમનું ઋણભાવ વ્યક્ત કરવામાટે શબ્દોનુંમાધ્યમ ઓછું પડે! હ્રદયની લાગણીઓને ગોપિત રાખું છુ .

આ પ્રગતિ અહેવાલની છાપકામ પ્રસંગે જાહેરાત આપનાર સર્વેમિત્રોનો પણ આભાર માનું છુ .

મારી શાળાના વિકાસના પાયામા સતત આ રીતે સૌનો સહયોગ સાંપડતોજ રહેશે તેવી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે .

અંત મા અહી સ્વામી રામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય ટાંકીઅહેવાલ પૂર્ણ કરીશ .

“ ફૂલને ખીલવા દો ,મધમાખીજાતેજ તેની પાસે આવશે, ચારિત્યશીલ બનો ,  વિશ્વાસ જાતેજ તમારા પર મુગ્ધ થઈ જશે .”

વિશ્વનિયતા પરામકૃપાળું પરમાત્મા અમે આરંભેલી આશિક્ષણયાત્રામાં સતત કૃપાદ્રષ્ટિ વરસાવતો રહે તેવી અંત: કરણપૂર્વક પ્રાથના કરીવિરમું છુ .

 


About